Heart Attack Death:સુરત શહેરમાં અચાનક બેભાન થયા બાદ વધુ બે વ્યક્તિના મૃત્યુ થયા છે. બંનેનાં મૃત્યુ હાર્ટએટેકના કારણે થયા હોવાની શક્યતા સેવાઇ રહી છે. નોકરી પર જતાં હતા એ સમયે જ અચાનક હાર્ટ અટેક આવતા વ્યક્તિએ દમ તોડી દીધો હતો. આ નોકરીએ જતાં યુવકને અસહજ મહેસૂસ થતાં બાઇક ઊભું રાખ્યું અને તરત જ ઢળી પડ્યા હતા. તેઓ સુરતા ઉધનાનાં નોકરી કરતા હતા.
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે વધુ સુરતમાં 2 વ્યક્તિ ધબકાર ચુકી જતાં મૃત્યુ નિપજ્યું છે. સામાન્ય રીતે શિયાળામાં પણ હાર્ટ અટેકના કેસ વધી જાય છે. જાણીએ શિયાળામાં ક્યાં કારણે હાર્ટ અટેકના કિસ્સા વધી રહ્યાં છે.
શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકના કેસમાં વધુ વધારો થાય છે. એટલા માટે સાવચેત રહેવું જરૂરી છે. ડૉક્ટરના કહેવા પ્રમાણે, હૃદય અચાનક છેતરતું નથી, પરંતુ ઘણા લક્ષણો દ્વારા, તે અગાઉથી સંકેતો આપવાનું શરૂ કરે છે, જેને ઓળખવા જરૂરી છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો ટાળી શકાય છે.
ઉનાળાની ઋતુ કરતાં શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકના વધુ કેસ નોંધાય છે. એટલા માટે આ સિઝનમાં વધુ સાવધાની રાખવી જોઈએ. ચાલો જાણીએ કે શા માટે હાર્ટ એટેક આવે છે અને શા માટે તે શિયાળાની ઋતુમાં વધુ ઉત્તેજિત થાય છે. તેના લક્ષણો પણ જાણી શકાય છે જેથી સમયસર જીવ બચાવી શકાય.
હાર્ટ એટેક કેમ આવે છે
હાર્ટ એટેક આવે છે ત્યારે અચાનક હૃદયને લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે. એટલે કે ત્યાં લોહીનો પુરવઠો અવરોધાય છે. હૃદયની ધમનીઓમાં અવરોધ હોવાને કારણે આવું થાય છે. ધમનીઓમાં ફેટ્સ અથવા પ્લાક જમા થવાથી બ્લોક થઇ જાય છે. બ્લડ ક્લોટ બને છે. જે ધમનીઓને બ્લોક કરી દે છે. જેના કારણે લોહી હૃદય સુધી પહોંચતું નથી અને હાર્ટ એટેકનું કારણ બને છે.
શિયાળામાં કેમ વધુ હાર્ટ એટેક આવે છે
ખરેખર, શિયાળાની ઋતુમાં તાપમાન ઓછું હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે. ઠંડા વાતાવરણમાં શરીરને ગરમ રાખવા માટે હૃદયને ખૂબ જ મહેનત કરવી પડે છે. લોહીના સતત પમ્પિંગને કારણે રક્તવાહિનીઓ સંકુચિત થાય છે. જેના કારણે બ્લડ પ્રેશરનું સ્તર વધવા લાગે છે. જે રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે. જેના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે.આ ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓએ વધુ સાવધાની રાખવી જોઈએ. ડાયાબિટીસના દર્દીમાં હાર્ટ એટેકનું જોખમ 60 થી 70 ટકા વધુ હોય છે. વાસ્તવમાં, ઉચ્ચ કોલેસ્ટ્રોલ શરીરની નળીઓમાં જમા થાય છે જે હૃદય રોગનું જોખમ વધારે છે. આવો જાણીએ તેના લક્ષણો.