સુરત: સુરતની મહિલાએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી છે.  કામરેજના ખોલવડ પાસે તાપી નદીમાં કુદી મહિલાએ જીવન ટૂકાવ્યું છે.  કામરેજ પોલીસે મહિલાના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.  મૃતક સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા હતા. તાપી નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનું નામ કોમલ નિમાવત છે. એક વર્ષ પહેલાં મહિલાના છૂટાછેડા થયા હતા. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


તાપી નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. કામરેજ પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતક મહિલા સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી ધરી હતી.  


સુરતમાં આપઘાતની બે ઘટનાઓ, બન્નેમાં રત્નકલાકારે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ


સુરતમાં થોડા દિવસો પહેલા જ બે જુદીજુદી ઘટનાઓમાં આપઘાતથી મોતના કિસ્સા સામે આવ્યા હતા. શહેરમાં વેડ રૉડ અને વરાછામાં એમ બે અલગ અલગ ઘટનાઓમાં બે રત્નકલાકારોઓ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યુ હતું. 


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં ફરી એકવાર આપઘાતના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યાં છે. શહેરમાં બે અલગ અલગ કિસ્સાઓમાં બે રત્નકલાકારોએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું. આપઘાતની પહેલી ઘટના શહેરના વેડ રૉડ પર ઘટી છે, અહીં મૂળ મૂળ બનાસકાંઠાના સુઇગામના જે કેટલાક સમયથી વેડ રોડ સ્થિત બહુચરનગરમાં ઘટી છે, અહીં હીરાના કારખાનામાં કામ કરી રહેલા એક રત્નકલાકારે ઘરના છતના હૂંક સાથે મફલર બાંધીને જીવન ટૂંકાવ્યુ છે, આ રત્નકલાકાર હીરાના કારખાનામાં કામ કરીને પત્ની અને દીકરાનું ભરણપોષણ કરતો હતો.


તો વળી બીજો આપઘાતનો બનાવ શહેરના વરાછામાં બન્યો હતો,  અહીં લંબે હનુમાન રૉડ પર એક 22 વર્ષીય રત્નકલાકારે ગળાફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યુ છે. લંબે હનુમાન રૉડ પર આવેલા કબીરદાસ નગરમાં રહેતા 22 વર્ષીય યુવાન રોહિત હંસરાજ શર્માએ ઘરમાં છતના હૂક સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાધો છે. આ મૃતકને એક ભાઇ અને બે બહેન છે. બન્ને ઘટનાઓમાં મૃતકોએ કઇ વાતને લઇને ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ છે, તેનું કારણ હજુ પણ અકબંધ છે. છેલ્લા ઘણા સમયથી આપધાતના બનાવવમાં ચોંકાવનારો વધારો થયો છે.