Uttarayan 2024: ઉત્તરાયણના પર્વ પર અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં સવારથી જ ઊંધિયું ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે. અમદાવાદમાંથી હજાર કિલોગ્રામ ઊંધિયું-જલેબીનું વેચાણ થશે. જેના માટે અમદાવાદમાં ઠેકઠેકાણે કાઉન્ટર લાગ્યા છે. તો સુરતમાં પણ ઊંધિયું ખરીદવા માટે સવારથી જ લાઈન લાગી છે. સુરતમાં ઊંધીયાનો ભાવ 400 રૂપિયા કિલો છે. જો કે આજના દિવસે ભીડ રહેતી હોવાથી કેટલાક લોકો એડવાસ ઓર્ડર પણ આપ્યા છે. ઊંધિયું-જલેબીની સાથે સાથે બોર, શેરડી, ચીકી, તલના લાડુનો સ્વાદ પણ લોકો માણી રહ્યા છે. અનેક સોસાયટી, એપાર્ટમેન્ટમાં તો ધાબા પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.



મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરતી લાલાઓ વહેલી સવારથી સુરતી ઊંધિયું લેવા માટે પહોંચ્યા હતા. પતંગ ચગાવતા પહેલા ઊંધિયું લેવા માટે લોકો લાઇનમાં લાગી ગયા હતા. ચૌટા વિસ્તારમાં આવેલ સૌથી જૂની દુકાનમાં વહેલી સવારથી ઊંધિયું લેવા માટે લોકો આવ્યા હતા. ગત વર્ષ કરતાં ઊંધિયાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે પરંતુ લોકોનો ઉત્સાહ ઓછો થયો નથી.

અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ઠેર ઠેર ઇમર્જન્સી સર્વિસને એલર્ટ મૉડ પર રાખવામાં આવી છે, હાલમા સમાચાર મળી રહ્યાં છે કે, અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ દિવસે 16 જેટલી 108 એમ્બ્યૂલન્સ તૈયાર રહેશે, આની સાથે સાથે ઇમર્જન્સીને પહોંચી વળવા માટે 70થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે. ઉત્તરાયણના દિવસે અકસ્માત, અગાસી પરથી પડી જવું, દોડીથી કપાઈ જવું વગેરે જેવી ઘટનાઓ મોટા પ્રમાણમાં બનતી હોય છે, આ તમામ લોકેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આ ઇમર્જન્સી સર્વિસને એલર્ટ રાખવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે 57 ટકા જેટલા કેશોમાં વધારો થાય છે, આ પ્રકારની સંભાવના 108 સર્વિસ પહેલાથી જ વ્યક્ત કરી છે. જો કોઇપણ અનહોની ઘટના ઘટે તો 108 એમ્બ્યૂલન્સની સેવાનો લાભ લેવા માટે લોકોને કરી અપીલ પણ કરવામાં આવી છે. 


ઉત્તરાયણનાં દિવસે કેવો રહેશે પવન, કેટલી હશે ગતિ; હવામાન વિભાગે કરી આગાહી


ઉત્તરાયણને બે દિવસ બાકી છે ત્યારે હવામાન વિભાગે પવનન લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી તાપમામ સૂકું રહેશે. જ્યારે નલિયામાં 6.4 , અમદાવાદ 16.5 અને ગાંધીનગર 13.4 તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે. જ્યારે પતંગરસીકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 14 જાન્યુઆરીના દિવસે પવનદેવ મહેરબાન રહેશે. એ દિવસે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે.