અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણી પતી ગઈ છે. આ છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.


હવે સૌની નજર આ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો પર મંડાયેલી છે ત્યારે એબીપી અસ્મિતા દ્વારા મતદાન પછી કરાયેલા પત્રકારોના પોલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંઅરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની એન્ટ્રીની આગાહી કરાઈ છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉનમાં ભાજપને પણ જોરદાર ફાયદો થશે જ્યારે કોંગ્રેસને ભારે ફટકો પડશે એવી આગાહી કરાઈ છે. એબીપી અસ્મિતાના પોલમાં પત્રકારોએ આગાહી કરી હતી કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની 120 બેઠકોમાંથી ભાજપને 101 જ્યારે કોંગ્રેસને 137 બેઠકો મળશે. આ સિવાય અન્યને 6 બેઠકો મળશે એવી આગાહી થઈ છે. આ 6 બેઠકો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મળે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

સુરતદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2015ની ચૂંટણીમાં ભાજપને 80 જ્યારે કોંગ્રેસને 36 બેઠકો મળી હતી જ્યારે અન્યને કોઈ બેઠક મળી નહતી. આમ વર્તમાન ચૂંટણીમાં ભાજપને 21 બેઠકોનો ફાયદો પડશે અને કોંગ્રેસની 23 બેઠકો ઘટશે એવું પત્રકારોનું માનવું છે. સુરતમાં 2015માં 39.93 ટકા મતદાન થયું હતું. તેની સરખામણીમાં આ વખતે 4 ટકા મતદાન વધીને 44 ટકા મતદાન થયું તેનો ભાજપને ફાયદો મળશે એવી આગાહી છે.

છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.