Surat News: સુરતના ઓલપાડમાંથી નકલીનું નેટવર્ક ઝડપાયું છે. માસમા ગામેથી નકલી શેમ્પુ, ગુટકા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા અને નકલી ગુટકા અને શેમ્પુ બનાવાના 3 મશીનો જપ્ત કર્યા છે.


આ દરોડામાં 700 કિલો ડુપ્લીકેટ રો મટીરીયલ અને રોલ ઝડપાયા છે. 1800 લીટર ડુપ્લીકેટ શેમ્પુનું રો મટીરીયલ અને 37 પેકેટ કબજે કર્યા છે. પોલીસે નકલી શેમ્પુ અને ગુટકાનો જથ્થો અને રો મટીરીયલ મળી 40 લાખથી વધુનો મુદામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.


નકલી જીરૂ


મહેસાણાના ઊંઝામાં ફરીએકવાર નકલી જીરુનો કારોબાર ઝડપાયો છે. ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે દરોડા પાટી નકલી જુરું બનાવતી ચાર ફેક્ટરી ઝડપી છે. ઉનાવા ગામ નજીક  આવેલ ગોડાઉનમાં ફેકટરી ચાલતી હતી. બીજી મકતુંપુર નજીક ખુલ્લા ખેતરમાં નકલી જીરું બનાવતું હતું. તો ત્રીજી ઉનવા ગામ સામે સિદ્ધિવિનાયક ગોડાઉનમાં ફેકટરી ચાલતી હતી.


જો કે આ ફેકટરીમાંથી મોટી માત્રામાં નકલી જીરૂનો જથ્થો મળી આવ્યો છે જેને સીલ કરાયો છે. નકલી જીરૂ બનાવવા પથ્થરના પાવડર, ગોળની રસી અને નાના કદની વરિયાળીમાં નકલી જીરું તૈયાર કરાયુ હતું. હાલ તો નકલી જીરૂ અને તેને બનાવવા માટેની સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અને આ ફેક્ટરીના માલિક કોણ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ નકલી જીરું દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં વેચાણ કરવામાં આવતું હતું અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા.


થોડા સમય પહેલા પણ મહેસાણામાંથી નકલી જીરૂ ઝડપાયું હતું


રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહેસાણામાં દરોડા પાડીને નકલી જીરુંનો 25 ટન જથ્થો અને રો મટિરિયલ મળી કુલ 31 ટન જથ્થો જપ્ત કર્યો હતો.  આ કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે એકદમ સસ્તા ભાવની વરિયાળીને જીરુંનો આકાર આપીને નકલી જીરું બનાવવામાં આવતું હતું. બાદમાં આ નકલી જીરુંના જથ્થાને ગુજરાત બહાર દિલ્હીના વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો. હાલમાં પોલીસે નકલી જીરુંનો માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


નોંધનીય છે કે મહેસાણા જિલ્લાના ઊંઝાના દાસજ રોડ ઉપરથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાઇ હતી. મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.  ઊંઝાના દાસજ ગામ નજીક નકલી જીરું બનતું હતું.   ફૂડ વિભાગનો દરોડો પડતા શેડમાં ચાલતી ફેક્ટરીના માલિકે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, આ જીરુનો જથ્થો નથી.


નકલી જીરુના આ જથ્થાને લઈ માલિકે કહ્યુ હતુ કે, આ જથ્થો પશુઆહાર છે અને તેઓ તેને વેચતા પણ હતા. આમ હવે ફૂડ વિભાગ માટે સવાલ એ છે કે, પશુ આહારનો દાવો પોકળ છે અને જીરુ નકલી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા એ અંગે તપાસ કરવામાં આવશે. આ ફેક્ટરીમાંથી નકલી જીરું બનાવવાના સાધનો અને સામાન ફેક્ટરીમાંથી ઝડપાયા છે અને સાથોસાથ હજ્જારો કિલો નકલી જીરાનો જથ્થો પણ ઝડપાયો છે.