Agnipath Recruitment Secheme: કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના 'અગ્નિપથ'નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઈ સુરતમાં પોલીસ સતર્ક છે. સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ સુરક્ષા ગોઠવવામાં આવી છે. પોલીસની ટીમનો ફૂલ કીટ અને સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાશે.


બિહારમાં ચાલી રહેલા આંદોલનની અસર ટ્રેન વ્યવહાર પર


બિહારમાં ચાલતાં અગ્નિપથ વિરોધની અસર સુરતમાં જોવા મળી રહી છે. સુરતમાં ઉધના -દાનાપુર અને મુઝફરપુર- સુરત ટ્રેનો પ્રભાવિત થઈ છે. બાંદ્રા-સહરસા એક્સપ્રેસ સહિત 6 ટ્રેન રદ કરાઈ છે, જ્યારે 2 ટ્રેન ટર્મિનેટ કરાઈ છે. આજે પણ ટ્રેનોને​​​​​​​ અસર રહેવાની શક્યતા છે.

બિહારના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલા આંદોલનને લીધે પશ્ચિમ રેલવેની 8 જેટલી ટ્રેનો રવિવારે દિવસભર પ્રભાવિત થઇ  હતી. આ પૈકી 6 ટ્રેન રદ કરવામાં આવી હતી, જ્યારે 2 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવાની રેલવે તંત્રને ફરજ પડી. આજે 20 જૂને અમદાવાદ-બરોની એક્સપ્રેસ તથા  21મી જૂને ઉપડનારી સહરસા-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, પટના-અમદાવાદ એક્સપ્રેસ  રદ્દ કરાઈ છે.

આ સાથે જ બાંદ્રા ટર્મિનસ-બરોની અવધ એક્સપ્રેસ ગોરખપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. જ્યારે 22મી જૂને ઉપડનારી બરોની -બાંદ્રા ટર્મિનસ અવધ એક્સપ્રેસ ગોરખપુર સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે.  બિહારમાં ટ્રેન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હોવાને કારણે આ તમામ ટ્રેનોને અસર થઈ છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. સતત પાંચમા દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24  કલાકમાં 12,781 નવા કેસ અને 18 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 76 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 76,700 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,873 પર પહોંચ્યો છે. દેશમાં 4,27,07,900 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 196,18,66,707 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 2,80,136 ડોઝ આપવામાં આવ્યા હતા.