Surat: સુરતમાં અતસ્માતને કારણે વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે. સુરતમાં સીટી બસે ટક્કર મારતા 18 વર્ષીય યુવકનું મોત થયું છે. ત્રણ મિત્રો બાઈક પર સવાર હતા. આ દરમિયાન ટ્રાફિક પોલીસને જોઈ BRTS રૂટ પર બાઈક નાખી ભાગવા ગયા હતા. ત્યારે જ પાછળથી પુરઝડપે આવી રહેલ સીટી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં સીટી બસ ચાલક રસ્તા બસ મૂકી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટનામાં 18 વર્ષીય ફરીદ શેખને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ છે. અકસ્માત બાદ વેસુ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં 24 કલાકમાં હિટ એન્ડ રનની બે ઘટના સામે આવી છે. ખાનપુરના કામા હોટેલ પાસે દીકરીને સ્કૂલે મૂકવા આવતા મહિલાને ટક્કર મારી ચાલક ફરાર થઈ ગયો હતો. ફોર વ્હીલરની ટક્કરે મહિલાને ઈજા પહોંચી હતી. ફોર વ્હીલર ચાલક સામે બી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જયારે બીજી ઘટના રખિયાલ વિસ્તારમાં બની હતી.
રખિયાલના વડીયા કાકા સોસાયટી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. કાર ચાલક એક્ટિવા ચાલકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેમાં એક્ટિવા ચાલકને માથામાં ઇજા થઈ હતી. ફરિયાદીએ એચ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાંભા-નારોલ રોડ ઉપર બાઇકની ટક્કરથી પગપાળા જઇ રહેલી યુવતીને માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લાંભા-નારોલ રોડ ઉપરથી ચાલતી પસાર થતી હતી, ટક્કર મારનાર બાઇક ચાલક હોસ્પિટલમાં લઇ ગયો, માથા સહિત શરીરે ગંભીર ઇજાથી મોત થયું હતું. આ કેસની વિગત એવી છે કે લાંભા વિસ્તારમાં રહેતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાપુનગરમા રહેતા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના બહેન તા. 28 જૂનના રોજ સાંજે લાંભા-નારોલ તરફ ટાટા કંપનીના શો રુમ પાસેથી ચાલતા પસાર થઇ રહ્યા હતા. આ સમયે પૂર ઝડપેઆવી રહેલા બાઇક ચાલકે તેઓને ટક્કર મારી હતી ત્યારબાદ બાઇક ચાલક તેમની સાથે એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો. જો કે માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી યુવતીનું સારવાર દરમિાયન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.