સુરતઃ સુરતમાં ગોલ્ડમાં નિવેશ કરવાની લાલચ આપી છેતરપીંડી કરાવનાર ભેજાબાજની ધરપકડ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ગોલ્ડમાં રોકાણ કરવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી હતી. સુરત સાયબર સેલે આરોપી તુષારની ધરપકડ કરી હતી. આરોપી UBSET નમસ્તે નામની ટ્રેડિંગ કંપનીના નામે રોકાણની લાલચ આપતો હતો અને 14 લાખની છેતરપિંડી કરી હતી. આરોપી દોઢ માસથી ફરાર હતો. જો કે આરોપી તુષાર ગેટિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Gujarat Election 2022 : કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલે સરકાર બનાવવાનો દાવો કર્યો, જાણો બીજુ શું કહ્યું ?


અમદાવાદ: ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એબીપી સીવોટર પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને  134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલે સરકાર બનાવવાનો દાવો કર્યો છે.  આ સાથે જ તેમણે વધુમાં કહ્યું,  ભાજપના કાર્યકરો અને કમીટેડ મતદારો નિષ્ક્રિય રહેતા મતદાન ઘટયું છે. ઓછા મતદાનનો ફાયદો કોંગ્રેસને થયો છે.  અમારો 125 બેઠકોના લક્ષ્યાંક  આસપાસની સંખ્યા સાથે સરકાર બનશે.  પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જ્યાં રોડ શો અને સભાઓ કરી ત્યાં મતદાન ઘટયું છે. મોંઘવારી સૌથી મોટો મુદ્દો રહ્યો જેની વિરૂદ્ધ લોકોએ મતદાન કર્યું છે


સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત


મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે.
સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.




 



સુરતમાં ભાજપને કેટલી સીટ મળશે


સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની 12 પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54 પૈક્કી ભાજપના ફાળે 40-42 બેઠકો આવવાની શક્યતા છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક, અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે.  આ ઉપરાંત
સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ 95 પૈસા છે.


હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની જીતનો કેટલો છે ભાવ

બનાસકાંઠાની વાવ અને થરાદ બેઠક પર કાંટાની ટક્કરની વચ્ચે મોટો સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. સટ્ટાબજારમાં ખેડબ્રહ્મા , મહેસાણા , ઊંઝા , માણસા , ઈડર , મોરબી , રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નક્કી  છે. સટ્ટોડીયાઓને પાટણ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર કિરીટ પટેલની જીત નક્કી લાગી રહી છે. વડોદરા શહેરની તમામ બેઠકો પર સટ્ટોડીયાઓ ભાજપની જીત બેઠક માની રહ્યા છે.