સુરત: સુરત શહેરમાં હચમચાવી દેનારી ઘટના બની છે. સુરતના કતારગામમાં માતા અને બે પુત્રીએ ઝેરી દવા પી સામૂહિક આપઘાત કર્યો છે. જેમાં માતા અને એક શિક્ષક પુત્રીનું મોત થયું છે. જ્યારે એક ડોક્ટર પુત્રીની હાલત ગંભીર છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, હાલ સામૂહિક આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
રક્ષાબંધનના તહેવારના દિવસે જ આ પ્રકારની ઘટનાને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. 59 વર્ષીય માતા મંજુલાબેન કાંતિભાઈ સોડાંગર અને 28 વર્ષીય ફાલ્ગુનીનું મોત નીપજ્યું છે. ફાલ્ગુની વ્યવસાયે શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે. દર્શના જે ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેની સ્થિતિ હાલ નાજૂક છે. ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યો છે તે અંગે કોઈ માહિતી મળી નથી.
પ્રજાપતિ સમાજમાં એકાએક બનેલી ઘટનાને લઇને સમગ્ર સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. રક્ષાબંધનના દિવસે જ આ પ્રકારની ઘટના બની છે તેને લઈને પારિવારિક કંકાસ હોય શકે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યા છે તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
અફઘાનિસ્તાનમાં સ્થિતિ એકદમ ખરાબ, કાબુલ એરપોર્ટ મચેલી ભાગદોડમાં 7 અફઘાન નાગરિકોના મોત- બ્રિટન
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ મચેલી અફડાતફડીની વચ્ચે કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક એકઠા થયેલા લોકોના ટોળામાં સામેલ સાત અફઘાન નાગરિકોના મોત થઇ ગયા છે. આ વાતની જાણકારી બ્રિટેનની સેનાએ આપી છે. બ્રિતાની રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું- જમીની સ્થિતિ અત્યંત પડકારરૂપ છે, પરંતુ અમે વધુમાં વધુ સુરક્ષિત રીતે સ્થિતિને સંભાળવાની દરેક કોશિશ કરી રહ્યાં છીએ. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તેના શાસનથી બચીને ભાગવાની કોશિશમાં હજારો લોકો એરપોર્ટ પર એકઠા થઇ ગયા છે.
બ્રિટિશ રક્ષા મંત્રાલયે રવિવારે નિવેદન જાહેર કરીને કહ્યું- કાબુલની હાલની જમીની સ્થિતિ એકદમ પડકારરૂપ છે. અમે સુરક્ષિત રીતે સ્થિતિને સંભાળવાની કોશિશમાં જોડાયા છીએ. અફડાતફડી તે સમયે મચી જ્યારે તાલિબાન લડાકુઓથી ભરેલા એરપોર્ટ પરથી લોકો ઝડપથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યાં હતા.
ઘટના તે સમયે ઘટી જ્યારે તાલિબાની આતંકી ભીડને વેરવિખેર કરવા માટે ફાયરિંગ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પર કબજા બાદ કાબુલ સહિત કેટલાય શહેરોમાં અફડાતફડીની સ્થિતિ પેદા થઇ ગઇ છે.