સુરતઃ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે અનેક લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. કોરોનાને લઈને સુરત જિલ્લાના બારડોલીથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બારડોલીના સહકારી આગેવાન જગુભાઈ કલ્યાણજીભાઈ પટેલનું નિધન થયું છે. તેમના નિધનથી લોકોમાં દુઃખની લાગણી ફરી વળી છે.


જગુભાઈ ઘણા દિવસોથી ચલથાણ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જગુભાઈ બારડોલી નાગરિક સહકારી બેન્ક , સરદાર હોસ્પિટલ સહિત અનેક સહકારી સંસ્થાઓમાં ડિરેક્ટર હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1074 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 68885 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 2606 પર પહોંચ્યો છે. આજે વધુ 1370 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 51692 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગઈ કાલે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 183, અમદાવાદ કોર્પોરેશનમાં- 142, વડોદરા કોર્પોરેશનમાં- 88, રાજકોટ કોર્પોરેશન- 58, સુરત 48, જામનગર કોર્પોરેશન-46, મહેસાણા- 43, રાજકોટ 32, જુનાગઢ 29, કચ્છ 24, ગીર સોમનાથ 23, ભાવનગર કોર્પોરેશન 22, વડોદરા 22, અમરેલી 21, દાહોદ 21, વલસાડ 18, ગાંધીનગર 17, જુનાગઢ કોર્પોરેશન 17, નવસારી 17, સુરેન્દ્રનગર 17, ભાવનગર 15, આણંદ 14, ખેડા 14, ભરૂચ 13, મહીસાગર 12, મોરબી 12, નર્મદા 12, સાબરકાંઠા 12, અમદાવાદ 11, પંચમહાલ 11, ગાંધીનગર કોર્પોરેશન 10, બોટાદ 9, પોરબંદર 9, પાટણ 7, બનાસકાંઠા 6, જામનગર 6, અરવલ્લી 4, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 1, તાપી 1 અને અન્ય રાજ્ય 5 કેસ નોંધાયા છે.