ભરુચમાં ડબલ મર્ડરની ઘટના આવી સામેઃ કોણ છે આ યુવક-યુવતી? કોણે કરી હત્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Aug 2020 03:55 PM (IST)
મૃતક યુવકનું નામ તુલસી સોલંકી અને યુવતીનું નામ અલકાબેન જગદીશભાઈ હોવાનું બહાર આવ્યું છે.
ભરુચઃ શહેરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સેફાયર એપાર્ટમેન્ટ નજીકથી યુવક અને યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખભળાટ મચી ગયો છે ઘટના અંગે જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવકનું નામ તુલસી સોલંકી અને યુવતીનું નામ અલકાબેન જગદીશભાઈ હોવાનું બહાર આવ્યું છે. તેમજ આ બંને મૃતકો રૂંગટા સ્કૂલની પાછળના વિસ્તારના રહેવાસી છે. બંનેના શરીર પર ઇજાના નિનશાન મળી આવ્યા છે. જોકે, આ તેમની કેમ હત્યા કરવામાં આવી છે અને આ જગ્યાએ તેમની લાશો કેવી રીતે પહોંચી તે કાંઇ જ જાણવા મળ્યું નથી. હાલ, તો પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.