સુરત: સુરત સહિત સમગ્ર ગુજરાતમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે સુરતમાં લોકડાઉન દરમિયાન બનેલી એક ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. સુરતની પરિણીતાને લોકડાઉન દરમિયાન અમદાવાદના યુવક સાથે પ્રેમ થયો હતો અને આ પછી તેઓ સુરતની એક હોટલમાં મળ્યા હતા અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, યુવતીએ હવે યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અને પોતાને કુંવારો હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, લોકડાઉન દરમિયાન પરિણીતાને પતિ સાથે કંકાસ થયો હતો. દરમિયાન અમદાવાદના એક યુવક સાથે ફેસબૂક પર ફ્રેન્ડશિપ થઈ હતી. આ પછી બંને વચ્ચે પ્રેમપાંગર્યો હતો. એટલું જ નહીં, સુરતના અલથાનની એક હોટલમાં બંનેએ શરીરસુખ પણ માણ્યું હતું. આ સમયે યુવાને અંગતપળોના ફોટા મોબાઈલમાં લીધા હતા
જોકે, આ ફોટા યુવાનની પત્નીના હાથમાં આવતા ભાંડો ફૂટ્યો હતો. યુવાનની પત્નીએ અશ્લીલ ફોટા પરિણીતાના પતિને મોકલ્યા હતા. જેથી પતિએ પરિણીતાને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. ત્યારે પરિણીતાએ અમદાવાદના અધ્યાય પ્રવીણ સોની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
સુરતઃ લોકડાઉનમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ બાંધ્યા અન્ય યુવક સાથે સંબંધ, હોટલમાં તમામ હદો વટાવી ને પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2020 02:58 PM (IST)
સુરતની પરિણીતાને લોકડાઉન દરમિયાન અમદાવાદના યુવક સાથે પ્રેમ થયો હતો અને આ પછી તેઓ સુરતની હોટલમાં શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -