ભરુચઃ વાલિયા તાલુકાના હાથાકુંડી ગામે પતિએ પત્નીની હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અપંગ પત્નીને અન્ય યુવક સાથે આડાસંબંધ હોવાની શંકા હોવાથી તેણે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. તેમજ ઉશ્કેરાટમાં આવીને પત્નીને છરીના ઘા મારી દીધા હતા. યુવકે પત્નીને છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હોવાની જાણ થતાં વાલિયા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Navsari : 17 વર્ષીય છોકરાને 15 વર્ષની છોકરીને થઈ ગયો પ્રેમ, રાત્રે વાડીમાં માણ્યું શરીરસુખ ને પછી.....


નવસારીઃ વાંસદા તાલુકાની 15 વર્ષીય સગીરા પર 17 વર્ષીય છોકરાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે સાંજે છોકરો સગીરાને બાઇક પર બેસાડીને વાડીએ લઈ ગયો હતો અને અહીં જ રાત્રે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 


 


શનિવારે સગીરા ઘરે પરત ફરતાં પિતાએ છોકરા સામે બળાત્કાર અને પોક્સોનો નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે, એક જ ગામાં રહેતા બંને છોકરા-છોકરી એકબીજાના પ્રેમમાં હતા. 


 


શુક્રવારે સાાંજે આ કપલ બાઇક પર બેસીને નીકળી ગયું હતું અને છોકરો સગીર ગર્લ ફ્રેન્ડને મિત્રની વાડીએ લઈ ગયો હતો. તેમજ અહીં જ રાત્રિ રોકાણ પણ કર્યું હતું. આ સમયે બંનેએ શારીરિક સંબંધ પણ બાંધઅયા હતા. તેમજ શનિવારે બપોરે બન્ને કિશોરના ઘરે ગયા હતા.


 


આ અંગે સગીરાના પિતાને ખબર પડી જતાં તેમણે વાંસદા પોલીસ સ્ટેશનમાં સગીર સામે બળાત્કાર અને પોક્સ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. એટલું જ નહીં, સગીરના માતા-પિતા વુરુદ્ધ મદદગારીની ફરિયાદ નોંધાવી હતી. નવસારી એસસીએસટી સેલે વધુ તપાસ હાથ ધરી છે. 

Mehsana : સગીરાને કારમાં બેસાડી યુવક લઈ ગયો ખેતરમાં, પરાણે માણ્યું શરીરસુખ ને પછી....


 


મહેસાણાઃ મહેસાણા તાલુકાની એક સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે. અઢી મહિના પહેલા સવારે 6 વાગ્યે સગીરા પર બળાત્કાર ગુજારાયો હતો. જોકે, પિતાને કોરોના હોવાથી અને દીકરી પણ બીમાર પડી ગઈ હોવાથી અત્યારે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. 


 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, અઢી મહિના પહેલા ગામનો જ યુવક સગીરાને સવારે 6 વાગ્યે ભોળવીને કારમાાં બેસાડી તળેટી ગામની સીમમાં લઈ ગયો હતો. અહીં સગીરાને લલચાવી-ફોસલાવી યુવકે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેમજ હવસ સંતોષ્યા પછી કોઈને આ અંગે વાત કરશે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 


 


આ ઘટના બની ત્યારે સગીરાના પિતાને કોરોનાની સારવાર ચાલું હોવાથી તેમ જ ભોગ બનનાર સગીરા પણ બીમાર પડી ગઈ હોવાથી ફરિયાદ નોંધાવી શકાઇ નહોતી. સગીરા સ્વસ્થ થતાં શનિવારે આરોપી સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે યુવક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.