ભરૂચઃ ભરૂચ નજીક નર્મદાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 26 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર નર્મદા નદી વહી રહી છે. નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયું છે. જિલ્લામાંથી 800થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી છોડાઈ રહેલા પાણીના કારણે નદીની જળ સપાટીમાં વધારો થયો છે. 


સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જળ સપાટી 135.20 મીટર પર પહોંચી. પાણીની આવક 7,45,631 ક્યુસેક નોંધાઈ. ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી. 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,62,890 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,568 ક્યુસેક નદીમાં છોડાયું. નદીમાં કુલ જાવક 5,72,026( દરવાજા + પાવરહાઉસ) ક્યુસેક રહેશે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,376 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.


અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમના પાણી પહોંચ્યા. વહેલી સવારે 5 કલાકે સાબરમતી નદીમાં 66000 ક્યુસેક પાણી પહોચ્યું. સુભાષબ્રિજથી પાલડી સુધીના રિવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડને બંધ કરવામાં આવ્યો. વાસણા બેરેજના સાત દરવાજા ખોલવામાં આવ્યા. ચંદ્રભાગા વાડજના નીચાણવાળા વિસ્તાર ઉપર તંત્રની નજર. સવારે 8 કલાક બાદ નદીમાં પાણીનો વિપુલ પ્રમાણમાં જથ્થો પહોંચવાની શક્યતાઓ.


નવસારીના કડોલી અંડરપાસમાં ભરાયેલા પાણીનો નિકાલ નહીં થતા બે બળદનો ભોગ લેવાયો. બળદનો પગ લપસી જતા તેની સાથે બીજો પણ પાણીમાં ડૂબતા મૃત્યુ પામ્યા. વરસાદના પગલે કડોલી અંદર પાસમાં  પાણી ભરાયું હતું. કડોલી ગામના ખેડૂત બળદગાડુ લઈને ગામની બીજી તરફ આવતા અંડરપાસમાંથી નીકળતી વેળાએ એક બળદનો પગ અંડરપાસમાં પાણીની સાથેના કાદવમાં સ્લીપ થઈ જતા તે પાણીમાં ડૂબી ગયા. એક વર્ષ પહેલાં બનેલા અંડરપાસનું પાણી બહાર નહીં નીકળતા બે મુંગા પશુનો ભોગ લેવાતા સ્થાનિકોમાં રોષ.


ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ


24 કલાક દરમ્યાન વરસેલા વરસાદના આંકડા


અંકલેશ્વર 1 ઇંચ
ભરૂચ 12  મી.મી.
હાંસોટ 1 ઇંચ
જંબુસર 4 મી.મી.
નેત્રંગ 1 ઇંચ
વાગરા 14 મી.મી.
વાલિયા 1 ઇંચ
ઝઘડિયા 11 મી.મી.



બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકમાં પડેલ વરસાદના આંકડા..


અમીરગઢ - 67મીમી  
કાંકરેજ     - 40મીમી 
ડીસા.       - 93મીમી 
થરાદ.       - 42મીમી 
દાંતા.        -44મીમી 
દાંતીવાડા   -191મીમી 
દિયોદર.     -23મીમી 
ધાનેરા.       27મીમી 
પાલનપુર.    -131મીમી 
ભાભર.       - 29મીમી 
લાખની       -37મીમી
વડગામ.     -  49મીમી 
વાવ.         -42મીમી 
સુઇગામ.    - 93મીમી