અમદાવાદઃ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ અતિભારે વરસાદની સૌરાષ્ટ્ર કચ્છમાં આગાહી  કરવામાં આવી છે. ભરુચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આગામી બે દિવસ સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દ્વારકા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 65 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર 94 ટકા વરસાદ નોંધાયો . મહેસાણા, ગાંધીનગર , દાહોદમાં હજુ પણ વરસાદની આગાહી છે. 






હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને નર્મદામાં રેડ આપવામાં આવ્યું છે.






આ સિવાય પોરબંદર, જુનાગઢ, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ત્રણ કલાકમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.


 ભરૂચ જિલ્લામાં તા. 12 અને 13 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ.ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે, 2 દિવસ ભારે વરસાદની આગાહીના પગલે સતર્ક રહેવું. બિનજરૂરી પ્રવાસ ટાળવા કરી અપીલ.


Education Loan Information:

Calculate Education Loan EMI