નવસારીઃ શહેરમાં પૂરના નદીના નીર તારાજી સરજી રહ્યા છે તેવા સમયે શહેરના સૌથી નીચાણવાળો વિસ્તાર ગણાતા વિસ્તારમાં લોકોની સમસ્યા વધી છે. 500થી વધુ ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે અને લોકો ઘર છોડીને મંદિરમાં સહારો લેવા માટે મજબૂર બન્યા છે .




ગુજરાતમાં ગઈ કાલે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધુંઆધાર બેટિંક કર્યું હતું. નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં 21 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. આ પછી નર્મદાના તિલકવાડામાં 20, સુરતના ઉમરપાડામાં 17 ઇંચ, નર્મદાગના સાગબારામાં 17, વલસાડના કપરાડામાં 16, પંચમહાલના જાંબુઘોડામાં પોણા 18 ઇંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા 18, નર્મદાના નાંદોદમાં 14 ઇંચ, ડાંગ આહ્વામાં 13 ઇંચ, સુબિરમાં 12 ઇંચ, ધરમપુરમાં 10 ઇંચ, ગોધરા, ઉચ્છલ, સોનગઢ, માંગરોળમાં 8થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.  




 એક તરફ કુદરતની આફત છે  તો બીજી બાજુ રજાની મજા માણવા માટે લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ઉપરથી ચાલીને પાણી જોવા નીકળ્યા.  રેલવે પ્રશાસન સમગ્ર મામલાથી અજાણ છે. 




નવસારી શહેરના કાશીવાડી વિસ્તારમાં આવેલા 200થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. પાલિકા તંત્ર દ્વારા કોઈ મદદ ન મળતા અક્રોશની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને ખાસ કરીને કાશીવાડી વિસ્તારમાં પાંચ ફૂટ થી લઈને 10 ફૂટ સુધીના પાણી ભર્યા છે. લોકોનો ઘરવખરીનો સામાન બગડી જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.


નવસારી નદીની સપાટી 28 ફૂટ નજીક પહોંચી,  ભયજનક સપાટી 23 ફૂટ. પૂર્ણ નદી ભયજનક સપાટીથી પાંચ ફૂટ ઉપર રહી રહી છે,  સપાટીમાં વધારો થતા તંત્રની ઉંઘ હરામ. શહેરનો મિથિલા નગરી વિસ્તાર સમગ્ર પાણીમાં ગરક. શાંતા દેવી રોડ પર પાંચ  ફૂટ થી વધુ પાણી ભરાયા. નવસારી નો રીંગરોડ પણ પાણીમાં ગરક થયો છે.  સ્થળાંતર કરીને રાખવામાં આવેલા લોકો પણ ફરીથી પુરમાં ફસાયા. ૨ હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા.