સુરત અગ્નિકાંડ અંગે પોલીસ, પાલિકા, ફાયર બ્રિગેડ અને એફએસએલ દ્વારા તપાસ કરાઈ રહી છે. ક્લાસમાં આગ વધુ વિકરાળ કઈ રીતે બની એ મુદ્દો તપાસનો વિષય બન્યો હતો. ક્લાસમાં ડેકોરેશનમાં ઉયપોગમાં લેવાયેલા સાધનો જ વિદ્યાર્થીઓ માટે જીવલેણ સાબિત થયાં હોવાનું લોકોનું કહેવું છે.
અહીં વિદ્યાર્થીઓ માટે વાહનોનો ટાયરમાંથી સ્ટાઈલિશ ખુરશી અને ટેબલો બનાવી મુકવામાં આવ્યા હતા. જ્યારે થર્મોકોલ સહિતની સામગ્રીથી આખો હોલ ડેકોરેટ કરાવામાં આવ્યો હતો. પરંતુ ફાયર સેફ્ટીના નામે મીંડું હતું. આ દરમિયાન શુક્રવારે આગ ફાટી નીકળતાં હોલ પણ લપેટમાં આવી ગયો હતો.
જેને પગલે ડેકોરેટ કરેલી સાધન સામગ્રી અને ટાયરમાંથી બનાવેયલી ખુરશી અને ટેબલ સળગવા હતી અને ધૂમાડાના ગોટેગોટા નીકળ્યાં હતાંય જેને કારણે બાળકો ગૂંગળાવા સાથે ત્યાં જ ઢળી પડ્યા હતા.