સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સુરત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાહતના સમાચાર એ છે કે, સુરતમાં છેલ્લા બે દિવસમાં જ 1138 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સામે માત્ર 448 નવા કેસ નોંધાયા છે. જેને કારણે સુરત જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.
તેમજ સુરત ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતું હતું. જે હવે આ બાબતે ફરીથી બીજા નંબરે આવી ગયું છે. ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 3766 એક્ટિવ કેસો અમદાવાદમાં છે. જ્યારે સુરતમાં 2985 એક્ટિવ કેસો છે. આમ, સુરતમાં કોરોનાનો રિકવરી રેટ વધવા લાગ્યો છે અને છેલ્લા ચાર દિવસથી નવા આવી રહેલા કેસો કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી છે. જેને કારણે તંત્રે પણ થોડા રાહતના શ્વાસ લીધા છે. સુરત માટે રાહતની વાત પણ એ છે કે, કોરોના દૈનિક કેસો કંટ્રોલમાં છે, તેમાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી.
Date  Case Discharge  death
09-08-2020 222 589 9
08-08-2020 226 549 10
07-08-2020 231 368 10
06-08-2020 238 287 9
05-08-2020 237 218 6
04-08-2020 245 213 11
03-08-2020 258 195 11
Total 1657 2419 66