સુરત: રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં સામન્ય લોકોથી લઈ અનેક નેતાઓ પણ આવી ચૂક્યા છે. ત્યારે હવે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગેની જાણકારી તેઓએ ખુદ ટ્વિટ કરીને આપી હતી.

પ્રભુ વસાવાએ ટ્વીટ કરી કે, “અસ્વસ્થતા તથા કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાતા મે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી વિનંતી છે કે, જેઓ મારા સંપર્કમાં આવ્યા હોય તે પોતાને ક્વોરન્ટાઈન તથા આઈસોલેશન કરી તપાસ અવશ્ય કરાવો.”


રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 77 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 3747 પર પહોંચ્યો છે. જો કે, રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે. અત્યાર સુધી કુલ 1,61,525 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.