સુરત: ગુજરાત સરકારના મંત્રી કુમાર કાનાણીના પુત્રનો નવો વિવાદ સામે આવ્યો છે. બિલ્ડીંગ બનાવ્યા બાદ સુવિધાઓ ન આપતાં લોકો કાનાણીના ઘરે પહોંચ્યા હતા. અહીં લોકોએ તેમની સાથે અન્યાય કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. લોકો કાનાણીના ઘરે પહોંચી જતાં પોલીસ દોડી આવી હતી અને વચ્ચે પડી સમાધાનનો રસ્તો અપનાવ્યો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, કામરેજ ખાતે આવેલી પવિત્ર નગરીમાં કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી પાર્ટનર છે.પવિત્ર નગરી રહીશો આજે કુમાર કાનાણીના ઘરે પહોંચ્યા પહોંચ્યા હતા. કુમાર કાનાણીના પુત્ર દ્વારા અન્યાય કરાયાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો. લોકોએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો.



કુમાર કાનાણીના પુત્રએ આ સોસાયટી બનાવી છે. જોકે, સોસાયટી બનાવ્યા બાદ ન સુવિધા આપી નથી. મકાન માલિકોના વીજ કનેક્શન કતા લોકોની ધીરજ ખૂટી ગઈ હતી અને મંત્રીને રજુઆત કરવા તેમના ઘરે પહોંચી ગયા હતા. જોકે, પોલીસે વચ્ચે પડી સમાધાનનો રસ્તો અપનાવ્યો હતો.