નવસારી: નવસારી જિલ્લાની ગણદેવી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 23 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે.

ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 23 બેઠકો પર ભાજપે બાજી મારી છે. અહીં કોંગ્રેસ ખાતું ન ખોલાવી શકી. તાલુકા પંચાયતની એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી છે. ગણદેવી તાલુકા પંચાયતમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે.

231 તાલુકા પંચાયતોમાંથી 141માં ભાજપ, 12માં કોંગ્રેસ અને 1માં અન્ય આગળ છે. જ્યારે 6 બેઠકો એવી છે જેમાં કોંગ્રેસ કરતા અપક્ષના ઉમેદવારો આગળ છે.