Surat : માંગરોળમાં મતગણતરી સમયે જ કેમ ઉમેદવારોના સમર્થકોમાં મચી ભાગદોડ, કારણ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Mar 2021 04:02 PM (IST)
સુરતમાં માંગરોળ ખાતે મતગણતરી સમયે જ મધમાખીનો હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. મતગણતરી દરમ્યાન મધમાખીઓએ હુમલો કરતાં ભાગદોડ મચી ગઈ હતી.
સુરતઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે સુરતમાં માંગરોળ ખાતે મતગણતરી સમયે જ મધમાખીનો હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. મતગણતરી દરમ્યાન મધમાખીઓએ હુમલો કરતાં ભાગદોડ મચી ગઈ હતી. મધમાખીઓ હુમલો કરતાં ઉમેદવારોના સમર્થકોમાં ભાગદોડ મચી ગઈ હતી. માંગરોળ બજારમાં આ ઘટના બની હતી.