સુરત: સુરત જિલ્લાના મહુવા તાલુકાના કોષ ગામે રહેતા એક યુવાનનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો. SMCમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા યુવાનને માથાના ભાગે ઘા મારી હત્યા કરાઈ હતી. જેનો ગણતરીના કલાકોમાં મહુવા પોલીસે ભેદ ઉકેલી મૃતકના બે ભાઈ અને બે ભત્રીજાની અટકાયત કરી હતી. મૃતક નશાની ટેવવાળો હોય અવાર-નવાર માતા તેમજ પરિવારમાં ઝગડા કરતો હતો.
સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના અનાવલ નજીક કોષ ગામેથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં એક યુવાનનો મૃત હાલતમાં મળી આવ્યો હતો. કોષ ગામે ઉપલી કોષ ફળિયામાં રહેતા યોગેશભાઈ ડાહ્યાભાઈ પટેલ જે પરણિત અને બે બાળકના પિતા હતો અને સુરત SMCમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો. નહેરમાં પાણી ઓછું હોવા છતાં મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા હતી.
ઘટનાની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી જોતા મૃતક યુવાનના માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે કરેલા પાંચ જેટલા ઘા તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ જોવા મળી હતી. પ્રાથમિક ધોરણે યુવાનની હત્યા કરાયેલ હોવાના તારણ સાથે પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો હતો.
ગણતરીના કલાકોમાં મહુવા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી બંને ભાઈઓ તેમજ બંને ભત્રીજાની અટકાયત કરી હતી. મૃતકને નશાની ટેવ હતી. અવાર નવાર માતા તેમજ પરિવાર સાથે ઝગડા કરતો હતો. જેથી કંટાળી બંને ભાઈઓએ ભત્રીજા સાથે મળી મૃતક યોગેશને માથાના ભાગે લાકડાના ફટકા મારી હત્યા કરી હતી. આકસ્મિક મોતમાં ખપાવવા નહેરમાં મૃતદેહ ફેંકી જતાં રહ્યાં હતાં.
સુરતમાં સ્પા માલિક સામે મારપીટ બાદ યુવતિએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ
ડાયમંડ નગરી સુરતમાં(surat) થોડા સમય પહેલા સ્પા સેન્ટરના (spa center) સંચાલક દ્વારા મહિલા કર્મચારીને માર માર્યાનો વીડિયો (viral video) સામે આવ્યો હતો. આ મામલે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સ્પા માલિક પિયુષ ગાંધીએ યુવતિને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ (relationship) બાંધ્યા હતા ઉપરાંત ધંધામાં પાર્ટનર (business partner) બનાવવાની પણ લાલચ આપી હતી. હાલ સમગ્ર મામલે પાલ પોલીસે આરોપી પિયુષ ગાંધીની ધરપકડ માટે ચક્રો ગતિમાંન કર્યા હતા.
શું છે મામલો
સુરતના પાલ વિસ્તારમાં એક સ્પા સેન્ટરમાં મહિલા કર્મચારી કામ કરતી હતી, પરંતુ તેણે કામ છોડી દીધા બાદ સ્પા સેન્ટરના માલિક પાસે તેનો બાકી નીકળતો પગાર માંગવા ગઈ હતી, આ સમયે મહિલા અને સ્પા સંચાલક વચ્ચે બોલાચાલી થઈ તે સમયે મહિલા પર હાથ ઉગામ્યો, જેનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સ્પા સંચાલક સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતના પાલ વિસ્તારમાં ભાગ્યરત્ન શોપિગ સેન્ટરમાં ચાલતા પીપલ્સ વેલનેસ સ્પા સેન્ટરમાં બે દિવસ પહેલા એક મહિલા કર્મચારી તેના બાકીનો પગાર લેવા ગઈ હતી, આ સમયે સ્પા સંચાલક પિયુષ ગાંધી સાથે તેને બોલાચાલી થઈ, જેમાં મહિલાને લાફો ઝીંકવામાં આવ્યો, આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો, પોલીસે મહિલા કર્મચારીની ફરિયાદ નોંધી પિયુષ ગાંધીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.