Surat: સુરત શહેરમાં દોડતી બીઆરટીએસ બસના ડ્રાઇવરની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. શહેરમાં સીટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઇવરોની પેસેન્જર સાથે માથાકૂટ અને બાદમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે. બીઆરટીએસના ડ્રાઇવરે ભાડૂઆતી ગુંડાઓ બોલાવીને પેસેન્જરની ધુલાઇ કરી દીધી હતી, લાકડાના ફટકા મારતા પેસેન્જરને માથાના ભાગમાં 14થી વધુ ટાંકા આવ્યા હતા. 


મળતી માહિતી પ્રમાણે, સુરતમાં આજે સવારે બીઆરટીએસ બસમાં એક પેસેન્જર નોકરી જઇ રહ્યો હતો, આ પેસેન્જર અમરોલીથી સચિન ઓજીવાલામાં બસ મારફતે જઇ રહ્યો હતો. આ દરમિયાન પેસેન્જરે  બસના ડ્રાઇવરને એસી ચાલુ કરવાનું કહ્યુ હતુ, આ બાબતે બન્ને વચ્ચે જોરદાર બોલાચાલી બાદ ઝપાઝપી થઇ હતી. આ ઘટના ઉગ્ર બની ત્યારે બીઆરટીએસના ડ્રાઇવરે પેસેન્જરની ધુલાઇ કરવા માટે કેટલાક અસામાજિક તત્વોને ઉધના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બોલાવ્યા હતા. આ ભાડૂઆતી ગુંડાઓએ બાદમાં બસમાં બેસેલા પેસેન્જર પર જીવલેણ હુમલો કર્યો પેસેન્જરના માથાના ભાગમાં જોરદાર લાકડાના ફટકા મારીને લોહીલુહાણ કરી દીધો હતો. 


ભાડૂઆતી ગુંડાઓ દ્વારા પેસેન્જરને માથાના બે ભાગમાં ઇજાઓ પહોંચાડવામાં આવી હતી, જેમાં કુલ 14થી વધુ ટાંકા આવ્યા હતા. લાકડાના ફટકા માથામાં વાગતા પેસેન્જર બેભાન થઇ ગયો હતો, જોકે, બાદમાં તેને સારવાર અર્થે નજીકની હૉસ્પીટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ ઘટનામાં ભોગ બનનાર પેસેન્જર દ્વારા સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. 


લવ જેહાદનો વિચિત્ર કિસ્સો, મુસ્લિમ યુવાન ઓજેર આલમમાંથી બન્યો અર્જૂનસિંહ


સુરતમાંથી વધુ એક ગુનાખોરાની મોટી ઘટના સામે આવી છે. અહીં એક મુસ્લિમ શખ્સે હિન્દુ નામનું આધાર કાર્ડ બનાવીને કેટલીય ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. સુરતમાં પુણા વિસ્તારમાંથી લવ જેહાદની આ ઘટના સામે આવી છે. એક મુસ્લિમ શખ્સ ઓજેર આલમે અર્જૂનસિંહ નામ ધારણ કરી એક હિન્દુ યુવતીને ફસાવી અને બાદમાં તેને સાપુતારા લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ. મળતી માહિતી પ્રમાણે, મુસ્લિમ શખ્સ ઓજેર આલમે અર્જૂનસિંહ નામનું હિન્દુ આધારકાર્ડ બનાવી લીધુ હતુ આ શખ્સે પુણામાં એક હિન્દુ છોકરીને ફસાવી હતી, બાદમાં આ 15 દિવસના પ્રેમસંબંધમાં ઓજેરે હિન્દુ યુવતીને સાપુતારા લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા, જોકે, હવે તેની અસલી ઓળખ બહાર આવી છે. આ કૌભાંડનું એટલું જ ખતરનાક પાસું એ છે કે, તેને નકલી નામનું આધારકાર્ડ કેવી રીતે મેળવ્યું હતું ? તે જાણીને લોકો ચોંકી રહ્યાં છે. આ વિદ્યર્મી યુવકે નામ બદલીને હિન્દુ ધર્મ ધારણ કર્યો હતો, અને હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુ. 15 દિવસ બાદ યુવતી સામે સમગ્ર વિગતો સામે આવતાં જ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ હિન્દુ સંગઠનો મેદાનમાં આવી ગયા અને હિન્દુ યુવતીને વિદ્યર્મીના ચુંગાલમાથી છોડાવી હતી. જોકે, યુવતીએ પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડતા હિન્દૂ સંગઠન દ્વારા બે આધાર કાર્ડને લઈ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં કાપડ વેપારી ઓજેર આલમ હિન્દૂ નામ અર્જૂનસિંહ ધારણ કરી ફેસબુક ઓપરેટ કરતો હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, તેની પાસે બે-બે આધાર કાર્ડ હતા જેમાં એક હિન્દૂ નામથી અને બીજો ઓજેર આલમના નામથી મળી આવ્યા છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial