સુરત:  ભાજપ નેતા અને જાણીતી હરિયાણી ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ પોલીસ કમિશ્નરમાં અરજી કરવામાં આવી છે. ડાયમંડ નગરી સુરતમાં આયોજિત કાર્યક્રમમાં સપના ચૌધરી હાજર ન રહેતા રાજેશ જૈન દ્વારા અરજી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન યોજવામાં આવેલા કાર્યક્રમમાં સપના ચૌધરી હાજર ન રહેતા અરજી કરાઈ છે.


મળતી માહિતી મુજબ, નવરાત્રી દરમિયાન 29મી સપ્ટેમ્બરના રોજ સપના ચૌધરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 6.50 લાખ રૂપિયામાં કરાર નક્કી થયો હતો અને તે પૈકી 50 હજારનો ચેક અને 25 હજાર  રોકડા એડવાન્સમાં ચુકવવામાં આવ્યા હતા. બાકીની રકમ 23 સપ્ટેમ્બર સુધીમાં આપવાનું જણાવાયું હતું.

પરંતુ  સપના ચૌધરીને 29 તારીખે અન્ય સ્થળે શો કરવાના 10 લાખ રૂપિયા મળતાં સુરતનો શો કેન્સલ કર્યો હતો. સપના ચૌધરીએ કરાર થઈ ગયો હોવા છતાં કાર્યક્રમમાં હાજર ન રહેતા તેની સામે છેતરપિડીંની અરજી કરવામાં આવી છે.

રોહિત શર્માએ બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બેટ્સમેન, જાણો વિગતે

ગુજરાત સરકારે 2020ની રજાઓ કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

હિટમેન રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો મોટો રેકોર્ડ તોડ્યો, જાણીને ચોંકી જશો