સુરત: કોરોના કાળમાં હૉસ્પિટલ શરૂ કરી સેવાના વિડિયો અપલોડ કરનાર ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી મુખ્યમંત્રીએ જાહેર કરેલા નિયમોનો ખુલ્લેઆમ અનાદર કરી રહ્યા છે. ઉત્સાહના અતિરેકમાં સુરત મજુરાના ધારાસભ્ય કોરોનાને લઈ રાજ્ય સરકાર અને ચૂંટણી પંચે જાહેર કરેલા નિયમોનું અનાદર કર્યું છે.




આટલું ઓછું હોય તેમ કોઈપણ કાર્યકરે માસ્ક ન પહેર્યું હોય તેમ જાતે પણ માસ્ક ન પહેર્યું હોય તેવો વિડિયો આ ધારાસભ્યએ સોશલ મીડિયા મારફતે વાયરલ કર્યો છે. ફેસબુક અને ટ્વીટર પર એક્ટિવ રહેનાર ધારાસભ્ય નિયમોને તાક પર મૂકી રહ્યા છે. સોશિયલ ડિસ્ટંસિગનો સત્યાનાશ કરવામાં આવી રહ્યો છે.



રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર,રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જદિવસે પરિણામો જાહેર થશે.