સુરતઃ આગામી 21મી ફેબ્રુઆરીએ સુરત સહિત 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જોકે, તેના સમર્થકોને ટિકિટ ન મળતાં તેણે ઉમેદવારી જ નોંધાવી નહોતી. આ ઉપરાંત ધાર્મિકના સમર્થનમાં બે ઉમેદવારોએ ઉમેદવારી કોંગ્રેસમાંથી પાછી ખેંચી હતી. જોકે, પાસ દ્વારા 12 ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચશે, તેવો દાવો કરાયો હતો. જોકે, બે જ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.


હવે સુરતમાં પાસ લડી લેવાના મૂડમાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મામલો ગરમાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. સુરત પાસ સમિતિ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે. જે પાટીદાર ઉમેદવારોએ સમાજને સાથ નથી આપ્યો, તેમની સામે વિરોધ કરશે. ઉમેદવારો સામે કોર-કમિટી બનાવવામાં આવી છે.

વિવિધ વોર્ડમાં બેનરો, પોસ્ટરો સહિત ડોર ટુ ડોર પ્રચાર કરી અન્ય પાર્ટીના ઉમેદવારોને મત આપવા પ્રચાર કરાશે, તેમ પાસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે.