સુરતઃ નેશનલ હાઈવે નંબર 48 પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇકો કાર ટ્રેલરને ઓવર ટ્રેક કરવા જતા કાર ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બેને ઇજા થતાં તેમના સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે ઇકો કાર હાલોલથી સુરતના બારડોલી ખાતે જઈ રહી હતી, ત્યારે મહુવેજ પાટિયા પાસે ઇકો કાર ટ્રેલરને ઓવર ટ્રેક કરવા જતા કાર ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી. કાર ધડાકા સાથે ટ્રેલર પાછળ ઘૂસી જતાં કારનો ઉપરનો ભાગ આખો તૂટી ગયો હતો. જેને કારણે કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. એક વ્યક્તિનું અકસ્માતમાં અડધું માથું અને હાથ કપાઈ ગયા હતા. જેને કારણે ઘટનાસ્થળે અરેરાટી વ્યાપી ગઈ હતી.