ડાંગઃ સાપુતારા ટેબલ પોઇન્ટ જતા કારને અકસ્માત નડ્યો હતો. જોકે, મોટી હોનારત ટળી છે. ટેબલ પોઇન્ટ ઉપર ઘાટ ન ચઢી શકતા કાર પાછી પડી હતી. રિવર્સમાં જતી કારે અન્ય કારને પણ અડફેમાં લીધી હતી. ઝડપભેર રિવર્સમાં જતી કારમાં સવાર મહિલા અને બાળક જીવ બચાવવા ચાલુ કારમાંથી કુદી ગયા હતા.
ઘટનામાં કોઈને ઇજા થઈ નથી. સદનસીબે કાર થોડે દૂર જઈ અટકી પડતા મોટી હોનારત ટળી હતી. અકસ્માત અંગેનો live વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અમદાવાદમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર માલિકો માટે ખરાબ સમાચાર, કોર્પોરેશન કઈ રીતે ખંખેરશે નાણાં
ટૂ વ્હીલર અને ફોર વ્હીલ ધરાવતા લોકો માટે આ મહત્વના સમાચાર છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરતની પાર્કિગ પોલીસે અપનાવશે, આ નવી પોલીસીને રાજ્ય સરકાર દ્રારા મંજૂરી મળ્યા બાદ અમલી કરાશે
આ નવી પાર્કિગ પોલિસીમાં શોપિંગ મોલ સહિતના સ્થળોના પાર્કિગ સ્થળોની પોલિસીનો મુદ્દો તેમજ પેઇડ પાર્કિંગ અને ફ્રી પાર્કિંગનો મુદ્દો પણ આવરી લેવાશે.
આ નવી પોલીસીમાં દિવ્યાંગ અને સિનિયર સિટિજન માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ નવી પોલિસી મુજબ 12 મીટરથી પહોળાઇ ધરાવતાં રોડ પર એક બાજુ પાર્કિંગ સ્પેસ આપવાની વિચારણા થઇ થઇ રહી છે. આ નવી પોલિસીમાં 10 ટકા સ્પેસ સિનિયર સિટિઝન અને દિવ્યાંગ રિઝર્વ રાખવાની પણ વિચારણા થઇ રહી છે. આ સાથે ટોઇંગ માટેના પણ નવા નિયમ બનાવાશે.
ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે ટકોર કરી હતી કે, ગુજરાતના મેટ્રો શહેરોમાં જાહેર સ્થળોએ પાર્કિંગની સમસ્યા છે તેમજ મૉલ અથવા અન્ય બજારોમાં પણ પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા નથી. આ એક અત્યંત ગંભીર મુદ્દો છે. કોર્ટે ઝાટકણી કાઢતાં કહ્યું કે, સરકાર પાસે જાહેર સ્થળો પર કોઇ પાર્કિગની નિશ્ચિત સુવિધા નથી. પાર્કિંગ માટે ચોક્કસ નિયમ હોવી જોઈએ
ગુજરાતના શહેરોમાં જાહેર સ્થળોએ પાર્કિંગ કરવા માટે જગ્યા નથી. તાજેતરમાં યોજાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાતના મેટ્રો શહેરોમાં જાહેર સ્થળોએ પાર્કિંગની સમસ્યા છે તેમજ મૉલ અથવા અન્ય બજારોમાં પણ પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા નથી. આ એક અત્યંત ગંભીર મુદ્દો છે. પાર્કિંગની અગવડને કારણે નાગરિકોએ રોડ પર પોતાના વાહનો પાર્ક કરવા પડે છે. રાજ્ય સરકાર દ્વારા પાર્કિંગ માટે કોઈ નક્કર નીતિ અથવા માર્ગદર્શિકા જાહેર કરવામાં નથી આવી.