મૂળ મહારાષ્ટ્રના વતની યશવંતભાઈ એજન ખાતે પરિવાર સાથે રહેતા હતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે સવારે બાઈક પર બે દીકરા ભાવેશ, ભુપેન્દ્ર અને વિદ્યાર્થી સાહિલને લઈને પાલિકાની સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા. દરમિયાન ડિંડોલી બ્રિજ બસની અડફેટે ચડી ગયા હતા. જેમાં પિતા યશંવતભાઈ અને બંને દીકરાના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.
અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે બસનો ચાલક બસ લઈને ભાગી ગયો હતો. જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત સાહિતને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.
પોનીકર ભાવેશ યશવંત (ઉ.વ. 8-મોત)
પોનીકર ભુપેન્દ્ર વિનોદ. (ઉ.વ. 12-મોત)
પોનીકર યશવંતભાઈ(મોત)
પોનીકર સાહિલ યશવંત (ઉ.વ. 9-ઇજાગ્રસ્ત)