સુરત: સુરતમાં સીટી બસનો કહેર યથાવત છે. સુરત ખાતે સીટી બસ દુકાનમાં ઘુસી ગઈ છે. સીટી બસની બ્રેક ફેલ થતા આ દુર્ઘટના બની છે. આ અકસ્માતને પગલે બસમાં સવાર 3 મહિલાને નાની ઇજા થઈ છે. મોટો અકસ્માત ન થાય તે માટે ડ્રાયવરે દુકાનમાં બસ ઘુસાડી દીધી હતી. જો કે, કોઈ મોટી જાનહાની થઈ નથી. બસ અને દુકાનને થોડું નુકસાન થયું છે આ ઉપરાંત એક કારને નુકસાન થયું છે. સુરતના દિલ્લીગેટ વિસ્તારમાં આ ઘટના બની હતી.


નવસારી: કન્ટેનર અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોનાં ઘટના સ્થળે મોત


નવસારીઃ કસ્બા ધોલાપીપલા માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં પુર ઝડપે દોડતા કન્ટેનર સાથે ઇકો કાર ભટકાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કન્ટેનર ઇકો કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોની મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ ત્રણ મૃતદેહોને બહાર કઢાયા છે અને કારમાં હજી પણ બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ ચાલું છે. આ ગમખ્વાર અકસ્માતના કારણે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.


લીમડી-અમદાવાદ હાઈવે પર ઈકો કાર અને બસ વચ્ચે અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત
સુરેદ્રનગર: લીમડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માત કાર અને ખાનગી બસ વચ્ચે સર્જાયો છે. ઈજાગ્રસ્તોને સ્થાનીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે હાઈ-વે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. હવે આ અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના યુવાનો રાજસ્થાન લગ્ન પ્રસંગે જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.