ગુજરાત સરકારે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર આગામી નવેમ્બર ૨૦૧૯થી શરૂ થનારી સેવાના પ્રારંભિક તબક્કે સપ્તાહમાં એકવાર આ ફેરી સર્વિસ કાર્યરત્ રહેશે. પેસેન્જર ટ્રાફિક ધ્યાને રાખીને ભવિષ્યમાં નિયમિતરૂપે પણ આ સેવાઓ શરૂ કરવામાં આવશે.શરૂઆતમાં દર ગુરૂવારે સાંજ ૭ કલાકે બાન્દ્રાથી નિકળી શુક્રવારે સવારે ૯ વાગ્યે આ જહાજ હજીરા પહોંચશે. પરત મુસાફરીમાં શુક્રવારે સાંજે ૬ કલાકે હજીરાથી રવાના થઈને શનિવારે સવારે ૮ કલાકે બાન્દ્રા પહોંચશે.
આ સુવિધા શરૂ થતાં વિક એન્ડ રજાઓમાં સુરતવાસીઓને દરિયાઇ માર્ગે મુંબઈ જવાનું એક નવું પ્રવાસન નજરાણું મળશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ દહેજ-ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ કાર્યરત છે તેમાં હવે હજીરા-બાન્દ્રા ફેરી સર્વિસનો ઉમેરો થતાં દરિયાઈ યાતાયાતને વેગ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દહેજ-ઘોઘા ફેરી સર્વિસની શરૂઆત કરાવી હતી.
ઘાયલ થઈને ટીમમાંથી બહાર થયો આ ખેલાડી, શિખર ધવનની થઈ એન્ટ્રી, જાણો વિગતે
કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદાસ્પદ નિવેદન, વેશ્યાઓ સાથે કરી ભાજપની તુલના, જાણો વિગત
પાખંડી ઢબુડી માની મોડસ ઓપરેન્ડી આવી સામે, આ રીતે ચલાવતો હતો નેટવર્ક, જાણો વિગતે