સુરત: રાજ્યમાં રખડતા ઢોરનો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે. રખડતા ઢોરના કારણે રાજ્યમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે આ કડીમાં સુરત પોલીસ કમિશનરે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. સુરત શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુક્યો છે. પશુઓને ઘાસચારો નાખવા અને રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તારીખ 17 -12-2022 થી 14 -2-2023 સુધી જાહેરનામું બહાર પાડ્યું છે. જેના કારણે હવે જાહેર રસ્તા ઉપર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી હવે જો જાહેરનામાનો ભંગ થશે તો જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.


ભુપેન્દ્ર સરકારના મંત્રીએ મતદારોને કેમ કહ્યા ગદ્દાર


વડગામના વરનાવાડા ખાતે આવેલ રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ પંચાલે વિવાદીત નિવેદન આપ્યું છે.  જગદીશ પંચાલે કહ્યું કે, વડગામની બેઠક ન જીતાડી એનો રંજ છે. વડગામની બેઠક ન જીતાડી તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. જે પણ વડગામ બેઠકની હાર માટે જવાબદાર હોય એમને રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. મારા સ્વાગતમાં ફૂલહારનું આડંબર કરવા કરતાં બેઠક જીતાડી હોત તો ખુશી થાત. તમને જણાવી દઈએ કે, વડગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીની જીત થઈ છે.


રાજકોટમાં લાગ્યા પાકિસ્તાન હાય હાયના નારા


પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદનનો ગુજરાતમાં સખત વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ભાજપના નેતાઓએ બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કર્યુ હતું. રાજકોટ સહિત દેશભરમાં પાક.ના વિદેશ મંત્રના બફાટનો ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં પાકિસ્તાન હાય હાયના નારા લગાવીને પૂતળા દહન કરાયું હતું.


બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું હતું


બિલાવલ ભુટ્ટોએ ગુરુવારે કહ્યું કે ઓસામા બિન લાદેન તો મરી ગયો, પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવિત છે અને તે ભારતના વડાપ્રધાન છે. ભારતના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે બિલાવલ નિષ્ફળ થયેલા દેશના પ્રતિનિધિ છે અને તે પોતે પણ નિષ્ફળ ગયા છે. આતંકી માનસિકતા ધરાવતા લોકો પાસેથી તમે આનાથી વધુ શું અપેક્ષા રાખી શકો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કદાચ ભુટ્ટો 1971ને ભૂલી ગયા છે.


વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રી 16 ડિસેમ્બર 1971નો દિવસ ભૂલી ગયા છે, જ્યારે પાકિસ્તાનના 90 હજારથઈ વધુ સૈનિકોએ ભારતીય સેનાની આગળ સરેન્ડર કર્યું હતું. પાકિસ્તાની શાસકો દ્વારા બંગાળીઓ અને હિન્દુઓના નરસંહારનું આ પરિણામ હતું. લઘુમતીઓ સાથે પાકિસ્તાનના વ્યવહારમાં હજુ પણ કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાન હવે આતંકવાદીઓનો ઉપયોગ કરવા સક્ષમ નથી. બિલાવલ ભુટ્ટોનું વિવાદિત નિવેદન આનું પરિણામ છે.બિલાવલ ભુટ્ટોએ તેમના દેશમાં હાજર આતંકવાદના માસ્ટરમાઇન્ડ વિશે નિવેદન આપવું જોઈએ. જેમણે આતંકવાદને દેશની નીતિનો ભાગ બનાવી દીધો છે. પાકિસ્તાને પોતાનું વલણ બદલવું પડશે.