સુરત (Surat)શહેરમાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  કોરોના (Corona)મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને  જાહેરનામું બહાર પાડવામાં  આવ્યું છે. સુરત શહેરના પોલીસ કમિશનર (Commissioner of Police Surat)દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, સભા કે સરઘસ કાઢવા પર લગાવાયો પ્રતિબંધ. આ જાહેરનામા મુજબ 30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લાગુ રહેશે. 


સુરત શહેરમાં આજે કોરોના વાયરસના 603 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે કોરોનાથી કુલ 3 લોકોના મોત થયા છે. સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોનાને કેસને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


રાજ્યમાં અત્યાર સુધી 2,86,577  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે. 


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ  કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44,   ભાવનગર કોર્પોરેશન-36,  વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26,  જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8  કેસ નોંધાયા હતા.