સુરત: શહેરમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને કોરોનાનો ચેપ વાગ્યો છે. શહેરના વોર્ડ નંબર- 4ના મહિલા કોર્પોરેટર મમતા સવાણીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સતત સેવાકાર્યમાં વ્યસ્ત રહેતા મહિલા કોર્પોરેટરને કોરોના થયો છે. મહિલા કોર્પોરેટર સહિત પતિ અને 2 બાળકો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો હતો.
હાલ, પતિ અને બંને બાળકો બીજા રિપોર્ટમાં નેગેટિવ આવ્યા છે. મમતા સવાણીનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ મમતા સવાણી હોમ આઇસોલેશનમાં છે. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર ની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
સુરતઃ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને લાગ્યો કોરોનાનો ચેપ, પતિ-બાળકોનો બીજો રિપોર્ટ આવ્યો નેગેટિવ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jul 2020 03:47 PM (IST)
શહેરના વોર્ડ નંબર- 4ના મહિલા કોર્પોરેટર મમતા સવાણીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -