સુરતઃ જિલ્લાના બારલોડીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું છે. જોકે, આ પહેલા જિલ્લા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરાયા છે. કોંગ્રેસના મહામંત્રી સ્નેહલ શાહ ,પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત સમિતિના પ્રમુખ તરુણ વાઘેલા, બારડોલી નગરના કોંગ્રેસ પ્રમુખ કિરણ લાકડાવાળા સહિત આગેવાનોને નજર કેદ કરાયા છે.



બારડોલીના સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટી ઘ્વારા કૃષિ કાયદાના સમર્થન માટે સંમેલન શરૂ કરાયું છે. સુરત જિલ્લા, તાપી જિલ્લા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને કૃષિ કાયદાની સમજ આપવા ભેગા થયા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને કિસાન સંમેલન યોજાયું છે.

આ સંમેલનમાં મંત્રી ઈશ્વર પરમાર ,ગણપત વસાવા , ઈશ્વર પટેલ, જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ સહિત આગેવાનો હાજર છે.