અમદાવાદ બાદ હવે ગુજરાતના આ જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં સૌથી વધુ 308 નવા કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jul 2020 08:06 AM (IST)
સુરત શહેરમાં આજ દિન સુધીમાં 6525 પોઝિટીવ કેસમાં 264નાં મોત થયા છે. જયારે સુરત જીલ્લામાં આજ દિન સુધી 1057 પૈકી 32 વ્યકિતનાં મોત થયા હતા.
સુરતઃ સુરત શહેરમાં કોરોનામાં ગુરૃવારે એક સાથે 212 અને સુરત જીલ્લામાં 96 મળી કુલ 308 દર્દી ઝપેટમાં આવ્યા છે. જયારે સુરત સિટીમાં 13 દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થયા છે. આમ અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોનાના કારણે 264 અને જિલ્લામાં 32 વ્યકિતએ મળીને કુલ 296 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તો ગઈકાલે શહેરમાંથી વધુ 103 દર્દીઓને રજા અપાઇ હતી. સુરત શહેરમાં આજ દિન સુધીમાં 6525 પોઝિટીવ કેસમાં 264નાં મોત થયા છે. જયારે સુરત જીલ્લામાં આજ દિન સુધી 1057 પૈકી 32 વ્યકિતનાં મોત થયા હતા. સુરત શહેર- જીલ્લામાં કુલ 7582 કેસમાં 296 ના મોત થયા છે. સુરત શહેરમાં આજ રોજ વધુ કોરોના સંક્રમિત103 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 3995 દર્દીઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં આજે ૩૩ દર્દીને રજા અપાઇ હતી. કુલ 493 દર્દી આજસુધી સાજા થયા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ ૪૬૬ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૪૦૫ દર્દીઓની હાલત ગંભીર છે જેમાં ૧૯ - વેન્ટિલેટર, ૪૩- બાઈપેપ અને ૩૪૩ દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં ૧૨૩ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૧૦૫- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૦ - વેન્ટિલેટર, ૨૦- બાઈપેપ અને ૭૫ દર્દીઓ ઓક્સિજન પર છે.