સુરતમાં સ્કૂલમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. લીંબાયત વિસ્તારમાં ધોરણ 10નો વિદ્યાર્થી પોઝિટિવ આવતા આખી સ્કૂલ બંધ કરાઈ. પાલિકાની સુમન સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ આરોગ્ય વિભાગે સ્કૂલ બંધ કરી છે. હાલ પાલિકાની ટીમ દરેક સ્કૂલમાં તબક્કાવાર રેપીડ ટેસ્ટ કરી રહી છે. સાથે જ શહેરમાં કોઈપણ સ્કૂલમાં એકપણ વિદ્યાર્થી પોઝિટિવ આવશે તો આખી સ્કૂલ બંધ કરવામાં આવશે તેવો પાલિકાએ નિર્ણય કર્યો છે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 17  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,43,187 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


અત્યાર સુધી 226 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 221 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,637 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે ગઈકાલે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.


રાજ્યમાં રસીકરણ


રાજ્યમાં  રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 171 લોકોને પ્રથમ ડોઝ અને 4525 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 થી વધારેની ઉંમરના 81989 નાગરિકોને રસીનો પ્રથમ અને 39558 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના નાગરિકોને 1,85,965 દર્દીઓને રસીનો પ્રથમ જ્યારે 30979 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,43,187 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,44,19,588 ડોઝ અપાઇ ચુક્યા છે.


ગઈકાલે ક્યાં નોંધાયા કેસ


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 3,  વડોદરા કોર્પોરેશનમાં 2, આણંદ 1, જામનગર 1, જૂનાગઢ 1, મહેસાણા 1, નવસારી 1, પાટણ 1, વડોદરા 1 કેસ નોંધાયો છે.


ક્યાં ન નોંધાયો એકપણ કેસ


ગઈકાલે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ કેસ નથી નોંધાયો.