સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો છેલ્લા કેટલાક દિવસોથી 1300ને પાર થઈ ગયા છે. એમાં પણ સુરતમાં દૈનિક કેસો રાજ્યમાં સૌથી વધુ છે. હવે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કોરોનાની ફરીથી એન્ટ્રી થતાં કામદારોમાં ફફડાટ ફેલાયો છે.


સુરતની ટેક્સટાઇલમાં ફરી કોરોનાનો પગપેસારો થયો છે અને 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. ટેક્સટાઇલ ઓફિસમાં કામ કરતા 10 એકાઉન્ટન્ટને કોરોના થયો છે. મનપા દ્વારા 1190 કેશિયર અને એકાઉન્ટન્ટના રેપીડ એન્ટીજેન ટેસ્ટ કરાયા હતા. ઘણી માર્કેટોમાં કોવિડ ગાઇડલાઈનની યોગ્ય પાલન થતું નથી.

ગઈ કાલે એક જ દિવસમાં 1344 કેસ નોંધાયા હતા. તો 16 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે તેની સામે 1240 દર્દીઓેએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 82.43 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 91,470 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે રાજ્યમાં કુલ કેસો 1,10,971 છે, જ્યારે એક્ટિવ કેસો 16,318 છે.

ગઈ કાલે સૌથી વધુ સુરતકોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પરેશનમાં 153, સુરતમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 99, જામનગર કોર્પોરેશનમાં 98, વડોદરા કોર્પોરેશનમાં 93, રાજકોટમાં 51, વડોદરામાં 39, પાટણમાં 30, મોરબીમાં 29, પંચમહાલમાં 29, ભાવનગર કોર્પોરેશનમાં 28, અમરેલીમાં 26, ભરુચમાં 25, કચ્છમાં 25, મહેસાણામાં 24, ગાંધીનગરમાં 22, સુરેન્દ્રનગરમાં 22, અમદાવાદમાં 21, બનાસકાંઠામાં 19, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, જામનગરમાં 18, ભાવનગરમાં 17, આણંદમાં 16, જૂનાગઢમાં 16, મહીસાગરમાં 16, ગીર સોમનાથમાં 13, સાબરકાંઠામાં 13, નર્મદામમાં 10, ખેડામાં 9, તાપીમાં 9, બોટાદ 8, નવસારીમાં 8, છોટાઉદેપુરમાં 8, અરવલ્લીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, વલસાડમાં 4, પોરબંદરમાં 2 અને ડાંગમાં 1 કેસ નોંધાયો હતો.