સુરતઃ જિલ્લાના સણીયા કણદે ગામના યુવકે પ્રેમિકા સાથે ઝાડની ડાળી સાથે ફાંસો ખાઈ લેતા નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે સગીરા અને યુવક વચ્ચે પ્રેમસંબંધ હતા. જોકે, આ અંગે એકેયના માતા-પિતાને ખબર નહોતી. પરંતુ તેમને પરિવાર આ પ્રેમસંબંધ નહીં સ્વીકારે તેવી આશંકા હોય, ઝાડની ડાળી સાથે દોરીથી ફાંસો લગાવી લીધો હતો. જેને કારણે બંનેના મોત થયા છે.
આપઘાત પછી યુવકના મિત્રો સાથે વાત કરતા પરિવારને પ્રેમસંબંધની જાણકારી મળી હતી. બંનેના વાલીઓને જાણકારી હોત તો લગ્ન કરાવી દીધા હોત તેવું પોલીસને વાલીઓએ જણાવ્યું હતું. બન્ને ઝાડની ડાળી પર લટકતા જોવા મળ્યા હતા. પરિવારજનોએ ડીંડોલી પોલીસને જાણકારી આપી હતી.
સુરતઃ સગીરા-યુવક વચ્ચે બંધાયા પ્રેમસંબંધ, પછી એવું પગલું ભર્યું કે જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Sep 2020 11:56 AM (IST)
સણીયા કણદે ગામના યુવકે પ્રેમિકા સાથે ઝાડની ડાળી સાથે ફાંસો ખાઈ લેતા નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -