સુરતમાં આવેલા સચિનના સુડા વિસ્તારમાં મહિલાને કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને એક સાથે 50 હજાર લોકોને માસ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ મહિલા સાંઈનાથ સોસાયટીમાં રહે છે.
આ મહિલાને રિપોર્ટ પોઝિટિવ આવતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આજે તંત્ર દ્વારા સચિનના સુડા વિસ્તારમાં રહેતા 50 હજાર જેટલા લોકોને માસ કોરોન્ટાઈન કર્યાં છે. માસ કોરોન્ટાઈનનો સમય 14 દિવસનો રહેશે.
મહત્વની વાત એ છે કે, સુરતમાં કોરોનાના 12 પોઝિટિવ કેસ નોંધાયેલા છે. સમગ્ર સુરતમાં હાલ લોકડાઉનની સ્થિતિ છે.