સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચોલી રહ્યો છે. દિવસે ને દિવસે દક્ષિણ ગુજરાતમાં પણ કોરોનાનો કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરતના ડુમ્મસ રોડ પર સેન્ટ્રલ મોલમાં દુકાન ચલાવતાં પિતા અને પુત્ર કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. સારવાર માટે બન્નેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સુરતના ડુમ્મસ રોડ પર સેન્ટ્રલમાં મોલમાં પિતા અને પુત્ર દુકાન ચલાવી રહ્યા છે. પિતા અને પુત્ર હાલ પાંડેસર વિસ્તારમાં રહે છે. પિતા અને પુત્રને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા તબીબી સારવાર કરાવી હતી. તપાસમાં બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મહત્વની વાત છે કે, પિતા અને પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
સુરતમાં કોરોનાના કુલ કેસ 1875 નોંધાયા છે જોકે હાલ 557 જ એક્ટિવ છે. જ્યારે 1244 લોકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે અત્યાર સુધી કોરોનાના કારણે 74 લોકોના મોત નિપજ્યાં છે.
સુરતના આ વિસ્તારમાં પિતા-પુત્રનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, પરિવારને કરાયો હોમ કોરેન્ટાઈન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jun 2020 10:54 AM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચોલી રહ્યો છે. દિવસે ને દિવસે દક્ષિણ ગુજરાતમાં પણ કોરોનાનો કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરતના ડુમ્મસ રોડ પર સેન્ટ્રલ મોલમાં દુકાન ચલાવતાં પિતા અને પુત્ર કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું
- - - - - - - - - Advertisement - - - - - - - - -