સુરત શહેરમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 1767 પર પહોંચ્યો છે. સુરત ગ્રામિણ વિસ્તારમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 136 પર પહોંચ્યો છે. સુરત શહેર સહિત ગ્રામિણ વિસ્તારમાં કુલ 1903 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ગઈ કાલે 2 કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા હતા. તેની સામે ગઈ કાલે 51 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 1259 (91 ડિસ્ટ્રિક્ટ) લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 157 દર્દીઓની હાલત ગંભીર છે. 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 23ની બાઈપેપ અને 130 દર્દીની ઓક્સિજન સ્પોર્ટથી સારવાર ચાલું છે.