મળતી માહિતી મુજબ વરાછા હીરાબાગ ચારરસ્તાથી કાપોદ્રા ચારરસ્તાની વચ્ચે રસ્તા પર ફ્રૂટનો ધંધો કરતા લારીવાળાઓ પાસાથી સુરત શહેર ટ્રાફિક પોલીસના એએસઆઈ રાકેશ ચૌધરી અને ટીઆરબી જવાન સમનેષ કુશવાહા દર મહિને 500થી 1000નો હપ્તો ઉઘરાવતા હતા. જેની ફરિયાદ એસીબીને મળી હતી.
ફરિયાદ બાદ એસીબીએ લારીવાળાની મદદથી છટકું ગોઠવ્યું હતું. જેમાં એએસઆઈ રાકેશ ચૌધરીએ લારીવાળા સાથે વાત કર્યાં બાદ લાંચના 1000 રૂપિયા ટીઆરબી જવાન સનેષ કનૈયાલાલ કુશવાહાને આપવા કહ્યું હતું. જેવા જ લારીવાળાએ 1000 રૂપિયા ટીઆરબી જવાને આપ્યા કે તરત જ એસીબીએ તેને ઝડપી પાડ્યા હતા.
બન્નેની ધરપકડ બાદ તેમને મેડિકિલ અને કોરોના ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં 47 વર્ષીય એએસઆઈ રાકેશ ચૌધરીનો કરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને ત્યાં જ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.