સુરતઃ ચાલુ બસે BRTSના ડ્રાઇવરને ઉપડ્યો છાતિમાં દુઃખાવો, પછી શું થયું? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Oct 2020 01:51 PM (IST)
37 વર્ષીય અશોક માધલને અલથાન ચાર રસ્તા પાસે ચાલુ બસે છાતીમાં દુખાવો શરૂ થયો હતો. જેથી તેમણે બસ સાઈડમાં કરી તમામ યાત્રીઓને નીચે ઉતારી દીધા હતા. બાદમાં અંતિમ શ્વાસ લીધા.
સુરત: શહેરમાં BRTS બસના ડ્રાઇવરને ચાલુ ફરજે છાતિમાં દુઃખાવો ઉપડતા મોત થયું છે. ડ્રાઇવર બસ ચલાવી રહ્યા હતા, ત્યારે જ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જોકે, ડ્રાઇવરે સમયસૂચકતા વાપીરી બસ સાઇડમાં કરી દીધી હતી. તેમજ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારી દીધા હતા. મળતી વિગતો પ્રમાણે, 37 વર્ષીય અશોક માધલને અલથાન ચાર રસ્તા પાસે ચાલુ બસે છાતીમાં દુખાવો શરૂ થયો હતો. જેથી તેમણે બસ સાઈડમાં કરી તમામ યાત્રીઓને નીચે ઉતારી દીધા હતા. બાદમાં અંતિમ શ્વાસ લીધા. તમામ યાત્રીઓનો બચાવ કરી ડ્રાયવરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાની આશંકા છે.