સુરતઃ ગઈ કાલે રાતે 12 વાગ્યાથી ગુજરાતમાં લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોના વાયરસ સામે લડવા માટે પોલીસને સહકાર આપવાની અપીલ પણ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવી છે. જોકે, સુરતમાં લોકો દ્વારા આ સૂચનાનો અમલ કરવામાં ન આવતાં પોલીસ દ્વારા તેમને પાઠ ભણાવાયો હતો.

કામ સિવાય ઘરની બહાર આવી રહેલા લોકોને પોલીસ દ્વારા 'હું સમાજનો દુશ્મન છું' તેવા પોસ્ટર પકડાવાયા હતા. પોલીસ દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે.