સુરતઃ સુરત સિટીમાં કોરોના ઘાતક બની રહ્યો છે અને રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. પાંડેસરાની 25 વર્ષની મહિલા અને પાર્લેપોઇન્ટના 67 વર્ષની વૃદ્ધાના મોત સાથે આજે સિટીમાં નવા રેકોર્ડબ્રેક 381 અને જીલ્લામાં 103 મળી કુલ 484 દર્દી ઝપેટમાં આવ્યા હતા. શહેરમાંથી વધુ 286 અને ગ્રામ્યમાંથી 18 મળી 304 દર્દીને રજા અપાઇ હતી.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરાની 25 વર્ષની મહિલાને કોરોના લક્ષણો દેખાતા તા.17મીએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને પાર્લે પોઇન્ટના 67 વર્ષીય વૃદ્ધાને તા.14મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન બંને મોતને ભેટયા હતા. 25 વર્ષની મહિલાને ડાયાબીટીસ અને વૃદ્ધાને બ્લડ પ્રેશરની બિમારી હતી.
શનિવારે સિટીમાં નોંધાયેલા રેકોર્ડબ્રેક 381 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 99, રાંદેરમાં 59 અને લિંબાયતમાં 54 કેસ છે. સિટીમાં કુલ કેસ 44,348 અને મૃત્યુઆંક 858 છે. ગ્રામ્યમાં નવા 103 કેસ સાથે કુલ કેસ 13,722, મૃત્યુઆંક 287 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 58,070 અને મૃત્યુઆંક 1145 છે. નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજે કોરોના પોઝિટિવ 98 દર્દી પૈકી 60 દર્દીની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટીલેટર, 13 બાઈપેપ અને 45 ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 24 દર્દી પૈકી 17 દર્દી ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 9 બાઈપેપ અને 17ઓક્સિજન પર છે
સુરતમાં અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ
સુરત સિટીમાં છેલ્લા ચાર દિવસમાં જ 1369 કેસ નોંધાયા છે.
શનિવાર, 20 માર્ચે 381
શુક્રવાર, 19 માર્ચે 349
ગુરુવાર, 18 માર્ચે 324
બુધવાર, 17 માર્ચે 315
મંગળવાર, 16 માર્ચે 263
સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં કોરોનાનું શું છે ચિત્ર
રાજ્યમાં કોરોના બેકાબૂ થયો છે. સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં 1565 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. શનિવારે રાજ્યમાં 969 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.08 ટકા પર પહોંચ્યો છે. હાલ 6737 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 લોકો વેન્ટિલેટર પર અને 6668 લોકો સ્ટેબલ છે.
રાશિફળ 21 માર્ચ: આજથી હોળાષ્ટકનો પ્રારંભ, આ રાશિના જાતકોને થઈ શકે છે મોટું નુકસાન