સુરતઃ ડાયમંડ નગરી સુરત સહિત રાજ્યમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ સપાટો બોલાવ્યો હતો. તેમણે સોશ્યલ ડિસ્ટન્સ નહીં જળવાતા મુગલીસરા ખાતે આવેલી પાલિકાની કેન્ટીન બંધ કરાવી હતા. ઉપરાંત આરોગ્ય વિભાગના રૂમ નં ૮ના બે કર્મચારીઓએ સરખી રીતે માસ્ક નહીં પહેરવા બદલ બંન્ને ને રૂપિયા એક-એક હજારનો દંડ ફટકાર્યો હતો. તેમની આ કાર્યવાહીથી સરકારી કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.


સુરતમાં કેસ વધવા પાછળ શું છે કારણ


સુરતમાં કેસ વધવા પાછળ ચૂંટણીના રાજકીય મેળાવડાઓ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ચૂંટણીમાં પાલિકા તંત્રએ પણ કોઇપણ પ્રકારની ગંભીરતા દાખવી નહીં અને યુકે સ્ટ્રેન શહેરભરમાં ફેલાઇ ગયો ત્યાર પછી પાલિકા હરકતમાં આવી છે અને તેને અંકુશમાં લેવા પાબંદીઓ લગાવવામાં આવી છે. 


એક અઠવાડિયામાં સુરતમાં કેટલા નોંધાયા કેસ


શુક્રવાર,  19 માર્ચે 349,  ગુરુવાર, તા. 18 માર્ચે 324,  બુધવાર, 17 માર્ચે સુરત કોર્પોરેશનમાં 315, 16 માર્ચ મંગળવારે સુરત કોર્પોરેશનમાં 263 કેસ, સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા. જ્યારે ગત રવિવાર, 14 માર્ચે 217 કેસ, શનિવાર, 13 માર્ચે  188 કેસ, શુક્રવાર, 12 માર્ચે 183 કેસ, ગુરુવાર, 11 માર્ચે 171 કેસ નોંધાયા હતા. સાત દિવસમાં સુરતમાં 1577 કેસ નોંધાયા હતા.


સુરત સિટીમાં 43,967 કેસ અને ડિસ્ટ્રીક્ટમાં 13,619 મળી કુલ 57,586 કેસ નોંધાઈ ચુક્યા છે. સુરત શહેરમાં 856 અને ડિસ્ટ્રીક્ટમાં 287 મળી કુલ 1143 લોકોને કોરોના ભરખી ગયો  છે. કુલ 54,604 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને હાલ 1839 એક્ટિવ કેસ છે.


રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6 હજારને પાર


શુક્રવારે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા હતા.  ગઈકાલે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27  ટકા પર પહોંચ્યો છે. હાલ 6147  એક્ટિવ કેસ છે, જેમાંથી 67  લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.


 પત્નિની સંભાળ લેતી યુવતી પાસે પુરૂષ સૂઈ ગયો, યુવતીને નગ્ન કરીને બાંધ્યા શરીર સંબંધ ને...........


Gujarat Lockdown Update: રાજ્યમાં લોકડાઉન લગાવાશે કે નહીં ? CM રૂપાણીએ કહી આ મોટી વાત


 અમદાવાદમાં કોને કોને સુપર સ્પ્રેડર ગણીને ફરજિયાત કરાયા ટેસ્ટ ?