સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે સુરતમાં ફરી જુલાઇ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાના કેસોની સંખ્યમાં વધારો થતા તંત્ર ચિંતિત બન્યું છે. હીરા ઉદ્યોગમાં કેસ વધતા પાલિકા અને ડાયમંડ એસોસિએશનની મિટિંગ યોજાઇ હતી.
રત્નકલાકારોના ટેસ્ટ વધારવા માટે સુરત પાલિકાએ નિર્ણય કર્યો છે. તમામ રત્નકલાકારો ટેસ્ટ કરાવે તેવી સૂચના પણ આપવામમાં આવી છે. રત્નકલાકારો અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના ટેસ્ટીંગ વધારવા માંગ કરવામાં આવી છે.
સુરતની કઈ ઇન્ડસ્ટ્રીમાં કોરોનાના કેસો વધતા કોર્પોરેશને લીધો મોટો નિર્ણયઃ કોને ટેસ્ટ કરાવા આપી સૂચના?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2020 10:08 AM (IST)
હીરા ઉદ્યોગમાં કેસ વધતા પાલિકા અને ડાયમંડ એસોસિએશનની મિટિંગ યોજાઇ હતી. રત્નકલાકારોના ટેસ્ટ વધારવા માટે સુરત પાલિકાએ નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -