સુરતઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. આજે રાજ્યમાં 1402 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3431 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,716 એક્ટિવ કેસ છે, જ્યારે 1,14,476 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,625 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,34,623 પર પહોંચી છે.
સુરતમાં કોરોના ફરીથી વકરી રહ્યો છે. આજે સુરતમાં કુલ 302 કેસ નોંધાયા હતા અને 5 લોકોને કોરોના ભરખી ગયો હતો. સુરત કોર્પોરેશનમાં 176 અને સુરતમાં 126 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 3 અને સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 5 લોકોના દુઃખદ મોત થયા હતા. સુરતમાં 122 અને સુરત કોર્પોરેશનમાં 168 મળી કુલ 290 લોકો ડિસ્ચાર્જ થયા હતા.
રાજ્યમાં આજે કુલ 1336 દર્દી સાજા થયા હતા અને 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 42,93,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.03 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,98,673 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,98,166 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 507 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
સુરતમાં કોરોનાએ ફરી ઉંચક્યું માથું, જાણો આજે કેટલા નોંધાયા કેસ અને કેટલા લોકોના થયા મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Sep 2020 08:12 PM (IST)
Surat Corona Cases 28 September 2020: સુરતમાં 122 અને સુરત કોર્પોરેશનમાં 168 મળી કુલ 290 લોકો ડિસ્ચાર્જ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -